જમ્મુ: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદ દેશભરના યુવાઓ માટે ત્યાં નોકરી કરવા માટે જાહેરાત બહાર આવી છે. આવું પહેલીવાર બન્યું છે કે કાશ્મીર ઘાટીમાં સરકારી જોબ માટે યોગ્યતા કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક નાગરિકો સુધી સિમિત નથી. અત્રે જણાવવાનું કે રાજ્યમાંથી 5 ઓગસ્ટે કલમ 370 અને કલમ 35એ ખતમ કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટ તરફથી બહાર પડેલી જાહેરાતમાં સ્ટેનોગ્રાફર, ટાઈપિસ્ટ, અને ડ્રાઈવરની નોકરી સામેલ છે. કોઈ પણ અરજીકર્તા એકથી વધુ પદો માટે અરજી કરી શકે છે. અનામત પદો માટેની પસંદગી જમ્મુ કાશ્મીર અનામત નિયમ 2005 હેઠળ થશે જેમાં કહેવાયું છે કે ઉપલબ્ધ નોકરીઓ સ્થાનિક નિવાસીઓના પક્ષમાં રહેશે. 


જાહેરાતમાં કુલ 33 પદો માંથી 17 ઓએમ (ઓપન મેરિટ) શ્રેણીની છે. જેનો અર્થ એ છે કો જમ્મુ અને કાશ્મીરના બહારના કોઈ પણ વ્યક્તિ આ પદો માટે પસંદ થઈ શકે છે. આ અગાઉ ભાજપના સ્થાનિક યુનિટોએ હાલમાં જ દિલ્હીમાં પોતાની પાર્ટીના ટોચના નેતાઓને મેમોરેન્ડમ આપ્યું હતું જેમાં માગણી કરાઈ હતી કે નોકરીઓમાં ભરતી અગાઉ કાશ્મીરી યુવાઓને 'કેટલીક છૂટ' આપવામાં આવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube